બર્મિંઘમમાં રમાયેલી એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના ઓપનર રોરી બર્ન્સે એક અલગ રીતે રેકોર્ડ બુકમાં પોતાનું નામ લખાવ્યું હતું. ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લેન્ડ વતી બેટિંગમાં ઉતરેલા બર્ન્સે એશિઝ ટેસ્ટના પાંચેય દિવસ બેટિંગ કરીને ક્રિકેટ ઇતિહાસનો માત્ર બીજો એવો ખેલાડી બન્યો હતો, જેણે આ રીતે પાંચેય દિવસ બેટિંગ કરી હોય.
બર્ન્સ પહેલા આ પ્રકારે એશિઝ ટેસ્ટના પાંચેય દિવસ બેટિંગ કરનારા એકમાત્ર ખેલાડી તરીકે ઇંગ્લેન્ડના દિગ્ગજ જ્યોફ બોયકોટનું નામ છે. બોયકોટે 1977માં નોટિંઘમમાં રમાયેલી એશિઝ ટેસ્ટના પાંચેય દિવસ બેટિંગ કરી હતી. બર્ન્સ ટેસ્ટના પહેલા દિવસે 4 રન કરીને આઉટ થયો હતો તે પછી બીજા દિવસે તે 121 રન કરીને નોટઆઉટ રહ્યો અને ત્રીજા દિવસે તેમાં 8 રન ઉમેરીને તે આઉટ થયો હતો. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ દાવ ડિકલેર કર્યો તે પછી બર્ન્સ 7 રન કરીને નોટઆઉટ રહ્યા પછી આજે પાંચમા દિવસે તે પોતાના આગલા દિવસના સ્કોરમાં 4 રન ઉમેરીને આઉટ થયો હતો.