ભારતીય ક્રિકેટ ટીમની ટી-શર્ટ પર સપ્ટેમ્બરથી ઓપ્પોના સ્થાને હવે ઓનલાઇન લર્નિંગ ઍપ બાયજુસનો લોગો આવી જવાનો છે ત્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના કેટલાક અધિકારીઓનું ઍવું માનવું છે કે જા ઓપ્પો સ્પોન્સર તરીકે હટી જવા માગતું હતું તો તે પછી ઍક પારદર્શક પ્રક્રિયા હેઠળ નવા સ્પોન્સરને પસંદ કરવો જાઇતો હતો, તેનાથી બોર્ડને સારી ડીલ કરવાની તક મળી હોત.
બીસીસીઆઇના ઍક સિનિયર અધિકારીઍ જણાવ્યું હતું કે માત્ર સ્પોન્સરશિપ રાઇટ્સ ટ્રાન્સફર કરવાને બદલે નવેસરથી હરાજી કરવાની પ્રક્રિયાનું પાલન કરાયું હોત તો તેનાથી ફાયદો થયો હોત અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક પણ રહી હોત. અધિકારીઍ કહ્યું હતું કે આજની તારીખે પારદર્શકતા પહેલા કરતાં વધુ મહત્વનો મુદ્દો છે. અધિકારીની આ વાતનું સમર્થન કરતાં અન્ય ઍક અધિકારીઍ કહ્યુંં હતું કે સીઇઓ રાહુલ જાહરીઍ બોર્ડના અઘિકારીઓને આ સમગ્ર સ્પોન્સરશિપ ટ્રાન્સફર પ્રક્રિયા અંગે પહેલાથી માહિતગાર કરવાની જરૂર હતી. સૌથી આશ્ચર્યજનક વાત ઍ છે કે સીઇઓને પણ ઍ ખબર નહોતી કે શું ચાલી રહ્યું છે.