ડબલીન : આયરલેન્ડ સામે અહીં રમાયેલી વનડેમાં વેસ્ટઇન્ડિઝના શાઇ હોપ અને જાન કેમ્પબલે મળીને પહેલી વિકેટની 365 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનના ફખર ઝમાન અને ઇમામ ઉલ હકના 304 રની ભાગીદારીના રેકોર્ડને તોડીને વનડેમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ જોડીઍ પહેલી વિકેટની ભાગીદારીનો રેકોર્ડ તો બનાવ્યો હતો પણ સાથે જ વનડે ક્રિકેટની કોઇપણ વિકેટ માટે સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડના 331 રનની ભાગીદારીને ઓવરટેક કરીને બીજી સૌથી મોટી ભાગીદારીનો પણ રેકોર્ડ બનાવ્યો હતો.
બંને વચ્ચે થયેલી ભાગીદારી વનડે ક્રિકેટની કોઇપણ વિકેટ માટે થયેલી બીજી સૌથી મોટી ભાગીદારી પણ બની
137 બોલમાં 15 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી કેમ્પબેલે 179 રનની જ્યારે 152 બોલમા 22 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી શાઇ હોપે 170 રનની ઇનિંગ રમી હતી. આ બંનેની ભાગીદારીની મદદથી વેસ્ટઇન્ડિઝે 50 ઓવરમાં 3 વિકેટે 381 રન કર્યા હતા. હોપ અને કેમ્પબેલ જો કે તેમના જ દેશના માર્લોન સેમ્યુઅલ અને ક્રિસ ગેલના કોઇપણ વિકેટના 372 રનના રેકોર્ડનેતોડી શક્યા નહોતા. ગેલ-સેમ્યુઅલે 2015માં ઝિમ્બાબ્વે સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.