ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં યજુવેન્દ્ર ચહલના નામે ઍક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો ઇંગ્લેન્ડ સામેની મેચમાં ચહલ સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો અને તેને ઍકપણ વિકેટ મળી નહોતી. ચહલે 10 ઓવરમાં કુલ 88 રન આપ્યા હતા અને તેને ઍકપણ વિકેટ નહોતી મળી. તેના આ પ્રદર્શનને કારણે તે વર્લ્ડ કપમાં ભારતનો સૌથી મોંઘો બોલર બની ગયો હતો.
ચહલ પહેલા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન આપવાનો ભારતીય રેકોર્ડ જવાગલ શ્રીનાથના નામે હતો શ્રીનાથે 2003ના વર્લ્ડ કપમાં જોહનીસબર્ગ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ ફાઇનલમાં 87 રન આપી દીધા હતા. આ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીંગે ભારતીય બોલરોની ધોલાઇ કરી હતી, જેમાં શ્રીનાથ સૌથી વધુ ઝુડાયો હતો. વર્લ્ડ કપના સૌથી ખર્ચાળ ભારતીય બોલરોની યાદીમાં ત્રીજુ નામે કરસન ઘાવરીનું છે, જેણે 1975ના વર્લ્ડ કપમાં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામે 83 રન આપ્યા હતા.
વર્લ્ડ કપમાં સૌથી ખર્ચાળ ભારતીય બોલરો
બોલર હરીફ ટીમ સ્થળ રન વર્ષ
યજુવેન્દ્ર ચહલ ઇંગ્લેન્ડ બર્મિંઘમ 88 2019
જવાગલ શ્રીનાથ અોસ્ટ્રેલિયા જોહનીસબર્ગ 87 2003
કરસન ઘાવરી ઇંગ્લેન્ડ લોર્ડ્સ 83 1975