આઇસીસી વર્લ્ડ કપની શરૂઆત આડે હવે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે અને તમામ ટીમો ઇંગ્લેન્ડ પહોંચી ચુકી છે. ભારતીય ટીમે પણ ઇંગ્લેન્ડ પહોંચીને પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, લંડનમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ ગુરૂવારે ખાસ્સી મહેનત કરી હતી. બીસીસીઆઇએ ભારતીય ટીમની આ પ્રેક્ટિસનો વીડિયો પોતાના ટિ્વટર હેન્ડલ પર શેર કર્યો હતો, જેમાં ટીમના તમામ ખેલાડી પ્રેક્ટિસ કરતાં નજરે પડે છે.
Some ⚽️+ BIB catching for #TeamIndia on Day 1 at the drills ? ?
Mr. @yuzi_chahal at it ?️#CWC19 pic.twitter.com/tupMzxNQUC— BCCI (@BCCI) May 23, 2019
વીડિયોમાં ટીમ ઇન્ડિયાના સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલ ભારતીય ટીમની પ્રેક્ટિસ બાબતે જણાવી રહ્યો છે. ચહલે જણાવ્યું હતું કે ભારતીય ટીમે વોર્મ અપ માટે પહેલા ફૂટબોલની રમત રમી હતી. તે પછી ભારતીય ખેલાડીઓએ બીબ કેચિંગની પ્રેક્ટિસ કરી હતી. એ ઉલ્લેખનીય છે કે 30મીથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા સામે રમીને પોતાનું અભિયાન શરૂ કરશે. આ પહેલા ભારતીય 25મીએ ન્યુઝીલેન્ડ અને 28મીએ બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમશે.