ચેન્નઇ : આઇપીઍલની ૧૨મી સિઝનની રવિવારે રમાયેલી પહેલી મેચમાં બે કિંગ્સ વચ્ચેના જંગમાં ચેન્નઇ સુપર પુરવાર થઇ હતી અને તેણે પંજાબને ૨૨ રને હરાવ્યું હતું. ચેન્નઇ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને ફાફ ડુ પ્લેસિસની અર્ધસદી અને અંતિમ ઓવરોમાં મહેન્દ્ર સિંહ ધોની તેમજ અંબાતી રાયડુઍ કરેલી 60 રનની ભાગીદારીના પ્રતાપે ચેન્નઇ સુપર કિંગ્સે મુકેલા 161 રનના લક્ષ્યાંક સામે કિંગ્સ ઇલેવન પંજાબ કેઍલ રાહુલ અને સરફરાઝ ખાનની અર્ધસદી છતાં 5 વિકેટે 138 રન સુધી જ પહોંચી શકી હતી. મેચમાં 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લેનારા હરભજન સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
161 રનના લક્ષ્યાંકના જવાબમાં કિ્ંગ્સ ઇલેવન પંજાબની શરૂઆત સાવ ખરાબ રહી હતી. બીજી જ ઓવરમાં હરભજને ક્રિસ ગેલ અને મયંક અગ્રવાલની વિકેટ ઝડપીને યજમાનોને મોટી સફળતા અપાવી હતી. તે પછી રાહુલ અને સરફરાઝે મળીને 110 રનની ભાગીદારી કરી હતી, જા કે લક્ષ્યાંકને ધ્યાને લેતા તેમની આ ભાગીદારી ઘણી ધીમી રહી હતી. રાહુલ 18મી ઓવરમાં 55 રને આઉટ થયો ત્યારે પંજાબને 15 બોલમાં 44 રનની જરૂર હતી, તે પછી મિલર પણ આઉટ થયો હતો, સરફરાઝ 67 રન કરીને આઉટ થયો હતો.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ દાવ લેનાર ચેન્નઇ સુપર કિંગ્સ વતી શેન વોટ્સન અને ફાફ ડુ પ્લેસિસે પાવરપ્લેમાં બોર્ડ પર 54 રન મુકી દીધા હતા, વોટ્સન 8મી ઓવરમાં આઉટ થયો અને તે પછી રૈના મોટો સ્કોર કર્યા વગર આઉટ થયો હતો. ડુ પ્લેસિસ અને રૈનાની સતત 2 બોલમાં વિકેટ પડી હતી. તે પછી ધોનીઍ 23 બોલમા 37 નોટઆઉટ અને રાયડુઍ 15 બોલમાં 21 રન સાથે 60 રનની ભાગીદારી કરી હતી.