ત્રિનિદાદ : વેસ્ટઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ દ્વારા આઇસીસી વર્લ્ડ કપ 2019 માટે ક્રિસ ગેઇલને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બોર્ડે વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત પહેલાથી જ કરી છે. ટીમનું સુકાન જેસન હોલ્ડર પાસે છે. આઇસીસી વનડે વર્લ્ડ કપ 30 મેથી 14 જુલાઈ સુધી ઇંગ્લેંડ અને વેલ્સમાં રમાનાર છે. હાલમાં ચાલી રહેલી આયર્લેન્ડ અને બાંગ્લાદેશ સાથેની ટ્રાઇ-સીરીઝ માટે શાઇ હોપને વાઇસ કેપ્ટન કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
બોર્ડના આ નિર્ણય પછી ગેલે કહ્યું હતું કે વેસ્ટઇન્ડીઝ ટીમનું કોઈપણ સ્વરૂપમાંપ્રતિનિધિત્વ કરવું ઍ સન્માનીય બાબત છે. આ વર્લ્ડ કપ મારા માટે ખાસ છે. ટીમના વરિષ્ઠ ખેલાડી તરીકે હું કેપ્ટન અને બધા સાથીઓની મદદ કરું છું, અને ઍ મારું કર્તવ્ય પણ છે ગેલે કહ્યું હતું કે ઘણી શક્યતા છે કે આ વિશ્વ કપ ખૂબ જ ખાસ બનવાનો છે, તેથી લોકોને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હું જાણું છું કે આપણે વેસ્ટઇન્ડીઝના લોકોને ધ્યાનમાં રાખીને સારું પ્રદર્શન કરીશું. ટ્રાઇ-સીરીઝ માટે વાઇસ કેપ્ટન બનેલા શાઇ હોપે જણાવ્યું હતું કે તે મારા માટે સન્માનની બાબત છે. મને આ પદ લેતા ખૂબ આનંદ છે. હું મારું શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરું છું. તે મારા માટે સારી તક પણ છે.