ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)નો વહીવટ સંભાળવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી વહીવટદારોની કમિટી (સીઓઍ)ઍ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી પાસે વિદેશ પ્રવાસ દરમિયાન ટીમના સભ્યોની પત્નીઓ અને પ્રેમિકાઓના પ્રવાસ બાબતે અહેવાલની માગ કરી છે. સીઓઍના આ નિર્ણયથી માત્ર બીસીસીઆઇના અધિકારીઅો જ નહીં પણ લોઢા પેનલ પણ અચરજ પામી છે.
માજી ચીફ જસ્ટિસ આરઍમ લોઢાઍ કહ્યું હતું કે હવે આ મામલે બોર્ડના લોકપાલ ડીકે જૈને જ નિર્ણય લેવો જાઇઍ. તેમણે કહ્યું હતું કે માત્ર લોકપાલ જ હવે લોઢા પેનલના સૂચિત બંધારણ વિરુદ્ધના કોઇ પણ પગલાંને રોકી શકે છે. તેમણે ઍવું પણ કહ્યું હતું કે હું શું કહી શકું છુ. નિર્ણય કરવા માટે ત્યાં લોકપાલ છે. દરેક જણ લોઢા પેનલના પ્રસ્તાવને પોતાની રીતે મુલવી રહ્યા છે. અમારા સૂચન બંધારણ અનુસારના છે, હવે જ્યારે કોઇ મુદ્દો ઊભો થાય છે તો લોકપાલે ઍ અંગે નિર્ણય કરવો જાઇઍ.
જસ્ટિસ લોઢાને ઍ બાબતની નવાઇ લાગે છે કે સીઅોઍ કેવી રીતે નવા બંધારણને લાગુ કરાવવામાં નિષ્ફળ રહ્યા. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કંઇ નથી થયું. અમે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલો અહેવાલ લાગુ થતો જાવા માગતા હતા પણ બે વર્ષથી વધુનો સમય થયો છતાં ઍવું કંઇ થયું નથી. બીસીસીઆઇના અધિકારીઍ કહ્યું હતું કે કેપ્ટન અને કોચ પ્રવાસ દરમિયાન પોતાની પત્નીને લઇ જાય તે સ્પષ્ટપણે હિતોના ટકરાવ હતો. તેમણે ક્હયુ હતું કે તેમના દ્વારા ઍવા ઘણાં નિર્ણય લેવાયા જે માત્ર બીસીસીઆઇના બંધારણનું જ નહીં પણ લોઢા કમિટીના અહેવાલનો પણ ભંગ કરતાં હતા.