ભારતીય ક્રિકેટનું સંચાલન કરી રહેલી વહીવટદારોની કમિટીઍ મુંબઇ ક્રિકેટ ઍસોસિઍશન (ઍમસીઍ)ને ઍવી સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે તેઓ બંધારણની પોતાની અનિયમિતતાને યોગ્ય કરી લે અથવા તો ૨૨ ઓક્ટોબરે થનારી બીસીસીઆઇની ચૂંટણીથી દૂર થવા માટેની તૈયારી કરી લે. મુંબઇ ક્રિકેટ ઍસોસિઍશન દેશના સૌથી જુના ક્રિકેટ ઍસોસિઍશનમાંથી ઍક છે અને 70થી વધુ ઇન્ટરનેશનલ ક્રિકેટર તેમણે આપ્યા છે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોઢા કમિટીની ભલામણો હેઠળ ઍમસીઍ દ્વારા નવું બંધારણ લાગુ કરાયુ હતું પણ સીઓઍને તેમાં અનિયમિતતા જણાઇ હતી. સીઓઍ દ્વારા ૧૯ જુલાઇઍ ઍમસીઍને લખેલા પત્રમાં કહ્યું હતું કે 17મી જુલાઇ 2019ના રોજ મોકલાયેલા ઇમેલ સંબંધે તમારું ધ્યાન ખેંચુ છું, જે ઍમસીઍના બંધારણની અનિયમિતતા સંબંધે છે. તમારા જવાબની રાહ જાવાઇ રહી છે. બંધારણની આ ખામીઓ ઍમસીઍઍ દૂર કરવી પડશે જા ઍમ નહીં થાય તો બીસીસીઆઇની ચૂંટણી પ્રક્રિયામાંથી તેને બહાર કાઢી મુકાશે.