લંડન : આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થવા આડે હવે બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે આઇસીસી દ્વારા આ વખતના વર્લ્ડ કપ માટેની પ્રાઇઝ મનીની જાહેરાત કરવામાં આવી છે. આઇસીસીની જાહેરાત અનુસાર આ વખતની વર્લ્ડ ચેમ્પિયન થનારી ટીમને 40 લાખ ડોલર એટલે કે 28.06 કરોડ રૂપિયા ઇનામી રકમ તરીકે મળશે, આ રકમ આ ટુર્નામેન્ટના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી પ્રાઇઝ મની છે.
આઇસીસીના ઍક નિવેદન અનુસાર આ ટુર્નામેન્ટની કુલ ઇનામી રકમ 1 કરોડ ડોલર હશે. જેમાં ચેમ્પિયન્સ ટીમના 40 લાખ ડોલર ઉપરાંત રનર્સ અપ ટીમને 20 લાખ ડોલર ઍટલેકે 14.03 કરોડ રૂપિયા આપવામાં આવશે, જ્યારે સેમી ફાઇનલમાં પરાજીત થનારી દરેક ટીમને 8 લાખ ડોલર મતલબ કે 5.61 લાખ રૂપિયાની રકમ મળશે. ટુર્નામેન્ટમાં લીગ રાઉન્ડની મેચ જીતનારી દરેક ટીમને પણ 40,000 ડોલર મતલબ કે 28.06 લાખ રૂપિયા, જ્યારે લીગ રાઉન્ડથી આગળ જનારી ટીમને 1 લાખ ડોલર મતલબ કે 7.17 લાખ રૂપિયા મળશે.
આઇસીસી વર્લ્ડ કપ 2019 માટેની પ્રાઇઝ મની
ચેમ્પિયન ટીમ 40 લાખ ડોલર 28.06 કરોડ રૂપિયા
રનર્સ અપ ટીમ 20 લાખ ડોલર 14.03 કરોડ રૂપિયા
સેમીમાં પરાજીત ટીમ 8 લાખ ડોલર 5.61 કરોડ રૂપિયા (દરેકને)
લીગ મેચ વિજેતા 40.000 ડોલર 28.06 લાખ રૂપિયા
લીગ સ્ટેજથી આગળ 1 લાખ ડોલર 70.17 લાખ રૂપિયા