ચેન્નઇ : આઇપીઍલની 12મી સિઝનની 12મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સની રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સીઍસકેની બગડેલી બાજીને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઍ નોટઆઉટ 75 રનની ઇનિંગ રમીને સુધારી હતી. ધોનીની આ ઇનિંગ અને સુરેશ રૈના અને ડ્વેન બ્રાવો સાથે મળીને બે અર્ધશતકીય ભાગીદારી કરતાં 27 રનમા 3 વિકેટ ગુમાવનાર ચેન્નઇ સુપર કિ્ંગ્સને 175 રનના સ્કોર પર મુક્યું હતું. જેની સામે રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરના અંતે 8 વિકેટે 167 રન સુધી જ પહોંચી શકતાં ચેન્નઇ સુપર કિંગ્સનો 8 રને વિજય થયો હતો.
૧૭૬ રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સની શરૂઆત પણ સાવ ખરાબ રહી હતી અને 14 રનના સ્કોર પર તેમણે રહાણે, બટલર અને સેમસનની વિકેટ ગુમાવી દીધી હતી, જો કે તે પછી રાહુલ ત્રિપાઠી અને સ્ટીવ સ્મીથે મળીને 61 રનની ભાગીદારી કરી હતી. જા કે 75 રનના સ્કોર પર ત્રિપાઠી આઉટ થયો તે પછી 94 રન ના સ્કોર પર સ્મીથ પણ આઉટ થયો ત્યારે ઍવું લાગ્યું હતું કે મેચ હવે વહેલી પતી જશે. જો કે તે પછી બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે મળીને 3 ઓવરમાં 44 રનની ભાગીદારી કરીને મેચને રસપ્રદ બનાવી હતી. અંતિમ ઓવરના પહેલા બોલે સ્ટોક્સ 46 રન કરીને આઉટ થયો તેની સાથે જ સીઍસકેના ખેલાડી અને ચાહકોને હાશકારો થયો હતો. 20 ઓવરના અંતે રાજસ્થાન રોયલ્સ 8 વિકેટના ભોગે 167 રન સુધી પહોંચી શક્યું હતું.
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી ચેન્નઇ સુપર કિંગ્સની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં જ તેના ત્રણ બેટ્સમેન શેન વોટસન, કેદાર જાદવ અને અંબાતી રાયડુ પેવેલિયન ભેગા થઇ ગયા હતા. તે પછી સુરેશ રૈના સાથે મળીને ધોનીઍ ચોથી વિકેટની ભાગીદારીમાં 61 રન ઉમેર્યા હતા. રૈના 32 બોલમાં 36 રન કરીને આઉટ થયો હતો. તે પછી ધોનીઍ બ્રાવો સાથે મળીને પાંચમી વિકેટની 56 રનની ભાગીદારી કરી હતી. તેની ઇનિંગના કારણે સીઍસકેઍ અંતિમ 10 ઓવરમાં બે વિકેટે 120 રન ઉમેર્યા હતા. ધોની 75 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
