30મીથી શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપમાં પહેલી મેચ યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે, ત્યારે દક્ષિણ આફ્રિકા તરફથી ઍવું જાહેર કરવામાં આવ્યું છે કે ઝડપી બોલર ડેલ સ્ટેન હજુ સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે પ્રથમ મેચમાં રમી શકશે નહીં. દક્ષિણ આફ્રિકન કોચ ઓટિસ ગિબ્સને કહ્યું હતું કે તે હજુ સંપૂર્ણ ફિટ નથી અને અમને લાગે છે કે 6 અઠવાડિયા લાંબી આ ટુર્નામેન્ટમાં હાલ તેને રમાડવાની ઉતાવળ ન કરવી જાઇઍ.
35 વર્ષિય ઝડપી બોલર સ્ટેન વોર્મ અપ મેચ રમ્યો હતો. જા કે ઍ દરમિયાન તેણે વધુ બોલિંગ કરી નહોતી. ઍ વાત ચોક્કસ છે કે તેની ફિટનેસ ચિંતાનો વિષય છે. સૂત્રોના કહેવા મુજબ સ્ટેન બાંગ્લાદેશ સામેની મેચમાં પણ નહીં રમે, પણ તે પાંચમી જૂને ભારતીય ટીમ સામે રમાનારી મેચમાં રમશે. સ્ટેનની ગેરહાજરીમાં ડ્વેન પ્રિટોરિયસ અથવા ક્રિસ મોરિસમાંથી ઍકને ટીમમાં સ્થાન મળી શકે છે.