બેંગલુરૂ : આઇપીઍલ 2019માં સતત 6 મેચ હારી ચુકેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હવે ઇજાગ્રસ્ત નાથન કુલ્ટર નાઇલના સ્થાને ટીમમાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેનનો સમાવેશ કર્યો છે. સ્ટેન આ સાથે બે વર્ષ પછી આઇપીઍલમાં પાછો ફરશે. તે છેલ્લે આઇપીઍલમાં 2016માં ગુજરાત લાયન્સ વતી માત્ર ઍક મેચ રમ્યો હતો.
ડેલ સ્ટેન આ પહેલા પણ આરસીબીનો હિસ્સો રહી ચુક્યો છે. 2008થી 2010 સુધી તેણે આ ફ્રેન્ચાઇઝી માટે 28 મેચમાં 27 વિકેટ લીધી હતી. સ્ટેન હાલમાં પોતે પણ ખરાબ સમયમાંથી પસાર થાય છે, જો કે આરસીબીને તેની પાસેથી મોટી આશા હશે.