રાંચી : દેશમાં આજે લોકસભાના પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, આ તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે., તેમાં ઝારખંડની ચાર બેઠકોનો પણ સમાવેશ થાય છે. મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષીએ પોતાના ગૃહનગર રાંચીમાં આજે મતદાન કર્યું હતું. તે પછી ધોનીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો., જેમાં તેની સાથે તેની પુત્રી ઝીવા છે, જે લોકોને વોટિંગ માટે અપીલ કરતી જોવા મળે છે.
ઝીવા આ વીડિયોમાં એવું કહેતી સાંભળવા મળે છે કે ‘ગો એન્ડ વોટ જસ્ટ લાઇક મમ્મા એન્ડ પાપા ડિડ’ મતલબ કે જાઓ અને મતદાન કરો જે રીતે મારા મમ્મી અને પપ્પાએ કર્યું છે. તે પછી વીડિયોમાં પોતાના હાથની આંગળી પર વોટિંગ કર્યા પછી શાહી વડે કરાયેલું નિશાન દર્શાવે છે.