બ્રિસ્બેન : ડેવિડ વોર્નર 13 મહિના પછી ઓસ્ટ્રેલિયાની ટીમમાં વારસી કરવામાં સફળ ભલે થયો હોય પણ તે પોતાનું ઓપનીંગ સ્લોટ જાળવી શક્યો નથી અને હવે તે ટીમમાં ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતરશે. ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે ચોંકાવનારો નિર્ણય કરીને કેપ્ટન ઍરોન ફિન્ચ અને ઉસ્માન ખ્વાજા પાસે જ ઓપનીંગ કરાવવાનો નિર્ણય કર્યો છે. વોર્નરે સોમવારે ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડકપની બિનસત્તાવાર પ્રેક્ટિસ મેચમાં નવા ક્રમે બેટિંગ પર ઉતરીને 39 રન કર્યા હતા.
30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં ઍરોન ફિન્ચ અને ઉસ્માન ખ્વાજા અોસ્ટ્રેલિયા વતી ઓપનીંગ કરવા ઉતરે તેવી સંભાવના છે. વોર્નરે હાલમાં જ ભારતમાં આઇપીઍલમાં જારદાર પ્રદર્શન કરીને 70ની ઍવરેજે 692 રન કર્યા છે અને ઍ તમામ તેણે દાવની શરૂઆત કરીને બનાવ્યા છે. કોચ જસ્ટિન લેંગરને લાગે છે કે વોર્નરની વાપસી પછી ટીમમાં ઓપનીંગના ઓપ્શન વધી ગયા છે, તેનાથી ટીમને ફાયદો થશે. જો કે હાલમાં ભારતીય ટીમ અને પાકિસ્તાન સામે ટીમ વતી દાવની શરૂઆત કરનારા ફિન્ચ અને ખ્વાજા પર જ અમે વિશ્વાસ રાખીશું.