દિલ્હી : દિલ્હીમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની અંતિમ અને ત્રીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે 127.5 ઓવરમાં 7 વિકેટના ભોગે 536 રન કરી ઈનિંગ ડિક્લેર કરી હતી. કોહલી 243 રન કરી આઉટ થયો હતો. આ તેનો અને ભારતીય કેપ્ટનનો હાઈએસ્ટ સ્કોર છે. વારંવાર પ્રદૂષણના બહાના હેઠળ શ્રીલંકન ખેલાડીઓ મેચ અટકાવતા અંતે ભારતીય કેપ્ટને અંતે ઈનિંગ ડિક્લેર કરવાનો નિર્ણય કર્યો હતો. 536 રન સામે બેટિંગમાં આવેલી લંકન ટીમે બીજા દિવસના અંત સુધીમાં 44.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 131 રન કર્યા છે.
શ્રીલંકશશ્શ્રીલંકાની ખરાબ શરૂઆત, પ્રથમ બોલે જ પડી પહેલી વિકેટ
કરુણારત્નેને મોહમ્મદ શમીએ પ્રથમ બોલે જ પેવેલિયન પરત મોકલ્યો હતો. તે પછી ઈશાંત શર્માએ ડી સિલ્વાને 1 રનના સ્કોરે આઉટ કર્યો હતો. જાડેજાએ દિલરુવાન પરેરાને 42 રને આઉટ કર્યો હતો. શ્રીલંકાના અનુભવી બેટ્સમેન એન્જેલો મેથ્યૂઝે અડધી સદી ફટકારી હતી.
કોહલીએ લારા, બ્રેડમેન અને માઇકલ ક્લાર્કને પાછળ છોડ્યો
વિરાટ કોહલીએ પોતાના ક્રિકેટ કરિઅરની છઠ્ઠી બેવડી સદી ફટકારી હતી, આ સાથે જ તેણે કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદીના બ્રાયન લારાના (5 સદી) નો રેકોર્ડ તોડ્યો છે. શ્રીલંકા સામે કોહલીએ સતત બીજી બેવડી સદી ફટકારી છે. તો ડોન બ્રેડમેન અન માઇકલ ક્લાર્કનો 4 સદીના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો હતો.
વિરાટ કોહલીએ ટેસ્ટમાં પૂર્ણ કર્યા 5 હજાર….
ભારતે બે ફેરફાર કર્યા છે, જેમાં ઉમેશ યાદવના સ્થાને મોહમ્મદ શમી અને કેએલ રાહુલના સ્થાને શિખર ધવનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ ઈનિંગમાં તે 23 રન કરી આઉટ થયો હતો. પરેરાએ તેને આઉટ કર્યો હતો. ચેતેશ્વર પુજારા પણ 23 રનના સ્કોરે ગામાગેનો શિકાર બન્યો હતો. મુરલી વિજય શાનદાર પ્રદર્શનને આગળ વધારતા સતત બીજી સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની 11મી સદી હતી. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિઅરના 5 હજાર રન પૂર્ણ કર્યા હતા. કોહલી આ સિદ્ધી મેળવનારો 11મો ભારતીય બેટ્સમેન છે. કોહલી અને મુરલી વિજય વચ્ચે 283 રનની ભાગીદારી ત્રીજી વિકેટ માટે નોંધાય હતી. કોહલીએ કેપ્ટન તરીકે પણ 3000 રન પુરા કર્યા હતા. વિરાટ અને કોહલીએ બંને પોત-પોતાના 150 રન પણ પૂર્ણ કર્યા હતા. મુરલી વિજય 155 રન કરી સ્ટમ્પ આઉટ થયો હતો. વિજયના આઉટ થયાના અમુક સમય બાદ જ અજીંક્ય રહાણે પણ મુરલી વિજયની જેમ જ સ્ટમ્પ આઉટ થયો હતો. કોહલી શ્રીલંકા સામે સતત બીજી અને આ વર્ષની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. રોહિતે પોતાના કરિઅરની 8મી અડધી સદી ફટકારી હતી. તે 65 રન કરી આઉટ થયો હતો. અશ્વિન ગામાગેની બોલિંગ પર આઉટ થયો હતો.