કોલકાતા : કોલકાતા નાઇટ રાઇડર્સે આજે શુભમન ગીલની શાનદાર અર્ધસદી અને આન્દ્રે રસેલના ઝડપી 45 રનની મદદથી મુકેલા 179 રનના લક્ષ્યાંક સામે શિખર ધવનના નોટઆઉટ 97 રન અને 46 રન કરનારા પંત સાથેની તેની 105 રનની ભાગીદારીના પ્રતાપે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટે હરાવ્યું હતું.
179 રનના લક્ષ્યાંક સામે દિલ્હીઍ 32 રને પૃથ્વી શોની વિકેટ ગુમાવી હતી. તે પછી શ્રેયસ ઐય્યર પણ આઉટ થયો હતો. અહીંથી શિખર ધવન અને ઋષભ પંતે મળીને 105 રનની ભાગીદારી કરી હતી. પંત અંગત 31 બોલમાં 46 રન કરીને આઉટ થયો હતો. તે પછી શિખર ધવને ઇનગ્રામ સાથે મળી દિલ્હીને જીતાડ્યું હતું. ધવન 63 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 97 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
કોલકાતા વતી ઓપનીંગમાં આવીને શુભમન ગીલે રમેલી 65 રનની ઇનિંગ ઍળે ગઇ
આ પહેલા દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી ઇશાંત શર્માઍ પહેલા બોલે જ ડેનલીને બોલ્ડ કરતાં કોલાકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત ખરાબ રહી હતી. જો કે તે પછી શુભમન ગીલ અને રોબિન ઉથપ્પાઍ મળીને 63 રનની ભાગીદારી કરી હતી. ઉથપ્પા અંગત 28 રન કરીને આઉટ થયો હતો. તે પછી ગીલે નીતિશ રાણા સાથે 30 રનની ભાગીદારી કરી હતી. રાણા 11 રન બનાવી આઉટ થયો અને ત્યાર બાદ ગીલ પણ 39 બોલમાં 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 65 રન કરી આઉટ થયો હતો. કાર્તિક ફરી ઍકવાર ફેલ ગયો હતો અને રસેલે ચિરપરિચિત અંદાજમાં 21 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 45 રન કરી આઉટ થયો હતો. અંતે 20 ઓવરમાં કોલકાતાઍ 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી ક્રિસ મોરિસ, કગિસો રબાડા અને કીમો પૌલે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે ઇશાંતે 1 વિકેટ લીધી હતી.