નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સ દ્વારા પોતાના ઇજાગ્રસ્ત બોલર હર્ષલ પટેલના સ્થાને કર્ણાટકના યુવા
સ્પિનર જગદીશ સૂચિતને પોતાની ટીમમાં સામેલકરી લીધો છે. આ પહેલા સૂચિત આઇપીઍલમાં
મુંબઇ ઇન્ડિયન્સ વતી રમી ચુકયો છે. આઇપીઍલમાં સુચિતની ઍકમાત્ર સિઝન 2015માં રહી
હતી. તે સમયે મુંબઇ ઇન્ડિયન્સે તેને રૂ. 10 લાખની બેઝ પ્રાઇસે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
ઍ સિઝનમાં તેણે 13 મેચમાં 10 વિકેટ ઉપાડી હતી અને તેની ઇકોનોમી રેટ 8.64ની રહી હતી.
તેણે બેટ વડે પણ ઉપયોગીતા સાબિત કરીને કિંગ્સ ઇલેવન પંજાબ સામે 21 બોલમાં 34 રનની
ઇનિંગ રમી હતી. 2016માં મુંબઇઍ તેને જાળવ્યો હતો અને તે પછી 2 વર્ષના લાંબા ગાળા બાદ
તે આઇપીઍલમાં પાછો ફરી રહ્યો છે.
