Delhi High Court: IPL 2025 દરમિયાન RCBને દિલ્હી હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, ટ્રેવિસ હેડ માટે રાહત!
Delhi High Court: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને મોટો ઝટકો આપતા, દિલ્હી હાઈકોર્ટે સોમવારે તેમની અરજી ફગાવી દીધી. આમાં, RCB એ ઉબેર મોટોની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, જેમાં ટ્રેવિસ હેડ સંબંધિત વિવાદાસ્પદ સામગ્રી હતી. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો કે આ મામલો કોર્ટના હસ્તક્ષેપને પાત્ર નથી.
કોર્ટનો નિર્ણય અને મામલો શું હતો?
ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ ચુકાદો આપ્યો કે જાહેરાત સામે કોઈ વાંધો નથી, અને કોર્ટ આ મામલે દખલ કરશે નહીં. આ જાહેરાતમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડને ‘હૈદરાબાદીય’ તરીકે દર્શાવવામાં આવ્યો હતો, જે ઉબેર મોટો બાઇક ટેક્સી સેવાનો પ્રચાર કરતો હતો. આ જાહેરાતમાં એક કાલ્પનિક મેચ પહેલા સ્ટેડિયમના સાઇનબોર્ડ પર ‘રોયલી ચેલેન્જ્ડ બેંગલુરુ’ શબ્દો લખેલા હતા, જે બેંગલુરુ ટીમની મજાક ઉડાવતા દેખાય છે.
અગાઉ કોર્ટે કહ્યું હતું કે જાહેરાતમાં કેટલાક ફેરફારોની જરૂર પડી શકે છે. જોકે, કોર્ટે એમ પણ કહ્યું કે ક્રિકેટ એ રમતોની ભાવના માટે રમતો છે અને અને આવા મામલાઓમાં કોર્ટનો હસ્તક્ષેપ યોગ્ય નથી.
Delhi HC denies RCB’s plea to stop Uber’s “Royally Challenged” ad featuring Travis Head. Is parody fair game in branding? The court noted that fan reactions alone couldn’t prove disparagement, as opinions vary. #RCB #Uber #Ads pic.twitter.com/w0BXTDtb2E
— YVR Law Offices (@YVRLawOffices) May 6, 2025
સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2025માંથી બહાર
સોમવારે હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પરિણામ સાથે, હૈદરાબાદ IPL પ્લેઓફમાંથી બહાર થઈ ગયું. હૈદરાબાદના ૧૧ મેચોમાં ફક્ત સાત પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. આ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.