દિલ્હી : થોડા દિવસ પહેલાં દિલ્હી ક્રિકેટ અસોસિએશન દ્વારા ફિરોજશા કોટલા સેટડિયમના ગેટ-નંબર બેને ભૂતપૂર્વ ઓપનર બૅટ્સમૅન વીરેન્દર સેહવાગનું નામ આપ્યા બાદ ગઈ કાલે ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અને હવે કૉમેન્ટેટર અંજુમ ચોપડાનું ગેટ-નંબર ૩ અને ૪ને નામ આપીને તેનું બહુમાન કરવામાં આવ્યું હતું.
થોડા દિવસ પહેલાં દિલ્હી ક્રિકેટ અસોસિએશન દ્વારા ફિરોજશા કોટલા સેટડિયમના ગેટ-નંબર બેને ભૂતપૂર્વ ઓપનર બૅટ્સમૅન વીરેન્દર સેહવાગનું નામ આપ્યા બાદ ગઈ કાલે ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અને હવે કૉમેન્ટેટર અંજુમ ચોપડાનું ગેટ-નંબર ૩ અને ૪ને નામ આપીને તેનું બહુમાન કરવામાં આવ્યું હતું. અંજુમ છ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વતી રમી છે અને ભારતીય મહિલા ટીમ વતી ૧૦૦ વન-ડે મૅચ રમનાર પ્રથમ ખેલાડી છે.
બેદીના આશીર્વાદ :
ગેટના નામકરણ બાદ સ્ટેડિયમમાં દિલ્હી ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ઍન્યુઅલ કૉન્ક્લેવમાં અનેક દિગ્ગજ દિલ્હીવાસી ક્રિકેટરોએ ભાગ લીધો હતો. ભૂતપૂર્વ કૅપ્ટન અને સ્પિનર બિશન સિંહ બેદીને વિરાટ કોહલીએ પગે લાગીને આશીર્વાદ લીધા હતા, જ્યારે ભૂતપૂર્વ મહિલા કૅપ્ટન અંજુમ ચોપડાએ ભેટીને સન્માન આપ્યું હતું.