હૈદરાબાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં જોરદાર બેટિંગ કરીને હરીફ ટીમોને હંફાવનાર ઓસ્ટ્રેલિયાન ટીમ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો ઓપનર ડેવિડ વોર્નર સોમવારે કિંગિસ ઇલેવન પંજાબ સામે હાલની સિઝનની પોતાની અંતિમ મેચ રમીને પોતાની ટીમને જીતાડીને આજે સ્વદેશ પરત ફર્યો છે.
વોર્નરે મેચ પછી કહ્યું હતુ કે મારી નજર વર્લ્ડ કપ પર છે અને અહીં આઇપીલ તેના માટે એક મજબૂત પાયો હતો. તેણે 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં મોટા સ્કોરની ભવિષ્યવાણી કરી હતી. તેણે કહ્યું હતું કે આ વર્લ્ડ કપમાં કેટલાક મોટા સ્કોર જોવા મળશે. એવી આશા છે કે ત્યાં બોલ બહુ સ્વિંગ નહીં કરે.
.@davidwarner31‘s message – straight from the ? to you!
What happens when a cricketer turns cameraman? Watch as @BhuviOfficial goes behind the lens to capture Warner’s @SunRisers journey for https://t.co/sdVARQFuiM. By @28anand. #SRHvKXIP
Full ? – https://t.co/uxTDHy7Ql0 pic.twitter.com/UEefeywgTg
— IndianPremierLeague (@IPL) April 30, 2019
30મી મેથી ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપને ધ્યાને લઇને ઓસ્ટ્રેલિયન ટીમના પ્રેક્ટિસ શિબીરમાં સામેલ થવા માટે ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. વોર્નર હાલની આઇપીએલમાં કુલ 12 મેચ રમીને તેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. વોર્નરે 12 મેચમાં 70ની એવરેજથી 692 રન ફટકાર્યા છે. આ સીઝનની પોતાની છેલ્લી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે ડેવિડ વોર્નરે જોરદાર બેટિંગ કરીને પોતાની ટીમને જીતાડી હતી. વોર્નરે પોતાની છેલ્લી મેચમાં 56 બોલમાં 81 રન ફટકાર્યા હતા.
Safe flight my bro @davidwarner31.We are already missing you it was an absolutely pleasure to play together again and 1 thing I will miss a lot while you were telling me in ground MASHALLAH and INSHALLAH . See u soon in World Cup . @SunRisers @IPL pic.twitter.com/ENMv3vYDBS
— Rashid Khan (@rashidkhan_19) April 30, 2019
ડેવિડ વોર્નર ટીમનો સાથ છોડીને ઓસ્ટ્રેલિયા પરત ફરતા સનરાઇઝર્સ હૈદરાબાદનો તેનો સાથી ખેલાડી અફઘાની સ્પિનર રાશિદ ખાન લાગણીશીલ થઇ ગયો હતો. રાશિદે ટિ્વટ કરીને વોર્નરને 30મી મેથી શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપમાં મળવાની વાત કરીને. સાથે જ લખ્યું હતું કે તારી સાથે રમવાનો અનુભવ ઘણો સારો રહ્યો, મેદાન પર હું તારુ ઇન્સાઅલ્લાહ, માશાઅલ્લાહ બોલવાનું ઘણુ મિસ કરીશ.