નવી દિલ્હી : ભારતીય ટીમના ઓપનર શિખર ધવને મંગળવારે ઍવું કહ્યું હતું કે ઇંગ્લેન્ડમાં 30મી મેથી યોજાનારા આઇસીસી વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ૧૫ સભ્યોની ભારતીય ટીમ ઘણી મજબૂત છે. ધવને અહીં આયોજીત ઍક કાર્યક્રમમાં કહ્યું હતું કે વર્લ્ડ કપ માટે પસંદ થયેલી ટીમ ઘણી મજબૂત અને બહેતર છે. અમે ટૂર્નામેન્ટમાં બહેતર પ્રદર્શન કરવા માટે તૈયાર છીઍ અને ઇંગ્લેન્ડમાં અમે સારું કરવાનો પ્રયાસ કરીશું.
પોતાની આઇપીઍલ ટીમ દિલ્હી કેપિટલ્સ બાબતે ધવને કહ્યું હતું કે કોચ રિકી પોન્ટીંગ અને સલાહકાર સૌરવ ગાંગુલીનો અનુભવ કામ આવી રહ્યો છે. બંનેઍ પોતાના સમયમાં ટીમનું સુકાન સંભાળ્યું છે અને ઍ અનુભવ અને વિશ્વાસ અમારા માટે ઘણો સારો છે. યુવા ખેલાડીઓ પણ સમયની સાથે વધુ ખીલી રહ્યા છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ હાલમાં ૮ મેચમાંથી પાંચ મેચ જીતીને ૧૦ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બી સ્થાને છે. ધવને કહ્યું હતું કે દિલ્હી ફ્રેન્ચાઇઝીનું નામ નવું છે, નવું વહીવટી તંત્ર અને નવો સપોર્ટ સ્ટાફ છે. તેણે પોતાની આ ટીમમાં ભારત અને અન્ય દેશોના ખેલાડીઅોનું સારું સંતુલન હોવાનું જણાવ્યું હતું.