બેંગલુરૂ : ભારતીય ટીમના માજી કેપ્ટન અને વિકેટ કીપર બેટ્સમેન મહેન્દ્ર સિહં ધોની માટે એવું કહેવાતું રહ્યું છે કે એનહોની કો હોની કર દે ધોની અને રવિવારે રોલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં તે ફરી એકવાર વો કમાલ કરવાની તૈયારીમા હતો પણ અંતિમ બોલે આરસીબી માત્ર 1 રને મેચ જીતી ગયો હતો. ધોનીની કાબેલિયતથી માહિતગાર આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ કબુલ્યું હતું કે ધોનીએ તેમને ડરાવી દીધા હતા.
કોહલીએ મેચ પછી કહ્યું હતું કે આટલા ઓછા માર્જીનથી જીતવાથી સારું લાગી રહ્યું છે. અમે નજીવા અંતરથી હાર્યા પણ છીએ. તેણે કહ્યું હતુ કે એમએસે એ જ કર્યું જેના માટે તે જાણીતો છે. તેણે અમને બધાને ડરાવી દીધા હતા. અંતિમ બોલ સુધી મને લાગ્યું નહોતું કે અમે જીતીશું. તે સમયે એટલી લાગણી ઉભરાઇ રહી હતી. કોહલીએ યુવા બોલર નવદીપ સૈનીની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેણે ચેન્નઇ સુપર કિંગ્સ સામે સારી બોલિંગ કરી હતી.