ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટેરિટોરિયલ આર્મીમાં પોતાની યુનિટ સાથે કાશ્મીરમાં તૈનાત ધોની લેહમાં સ્વતંત્રતા દિન ઉજવશે દિવસે લદાખના લેહમાં ત્રિરંગો ફરકાવી શકે છે. ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ પદવી મેળવનાર ધોની હાલમાં ટેરિટોરિયલ આર્મી સાથે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત છે. ધોનીએ ટેરિટોરિયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટમાંથી બે મહિનાના બ્રેક લીધો છે. તેણે 30 જુલાઇએ કાશ્મીરમાં પોતાની ડ્યુટી સંભાળી હતી અને તે 15 ઓગસ્ટ સુધી અહીં તૈનાત રહેવાનો છે.
સૈન્યના એક અધિકારીએ માહિતી આપી હતી કે ધઓની ભારતીય સૈન્યનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તે પોતાની યુનિટના સભ્યોને પ્રેરિત કરવાનું કામ કરી રહ્યો છે અને પોતાના સાથી સૈનિકો સાથે ફૂટબોલ અને વોલિબોલ રમે છે. તે કોરની સાથે પ્રક્ટિસ પણ કરી રહ્યો છે. તે 15 ઓગસ્ટ સુધી ખીણ વિસ્તારમાં રહેવાનો છે. જો કે ધોની 15 ઓગસ્ટે ક્યાં ત્રિરંગો ફરકાવશે તે અધિકારીએ જણાવ્યું નહોતું.