દિલ્હી કેપિટલ્સ સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ક્વોલિફાયર 2માં ચેન્નઇ સુપર કિંગ્સે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. મેચ પતી ગયા પછી ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વાઇસ કેપ્ટન સુરેશ રૈનાએ પોતાની પુત્રીઓ ઝીવા અને ગ્રાસિયા સાથે મેદાન પર જ હળવી પળો માણી હતી. બંનેની પુત્રીઓએ પિતા સાથે મેદાન પર મસ્તી કરી હતી.
ધોનીએ મેચ પત્યા પછી પોતાની પુત્રી ઝીવાને તેડી લીધી હતી અને ઝીવાએ પણ પિતા સાથેની એ પળોની ખુશી માણી હતી, તે સમયે ધોનીની પત્ની સાક્ષી પણ ત્યાં જ હતી.
મેચ પછી સુરેશ રૈનાએ પણ પોતાની પુત્રી ગ્રાસિયાને તેડી લઇને તેની સાથે વાતો કરી હતી, તેમની એ વાતો સાંભળીને રૈનાની પત્ની પ્રિયંકા પણ હળવું સ્મિત કરતી રહી હતી.
સીએસકેના કેપ્ટન ધોનીની પત્ની સાક્ષી અને રૈનાની પત્ની પ્રિયંકા ચેન્નઇ સુપર કિંગ્સ વતી ચીઅરઅપ કરતી જોવા મળી હતી. આ તસવીર ફાફ ડુ પ્લેસિસ અને શએન વોટ્સન બેટિંગ કરતાં હતા તે સમયની છે.