ભારતને પોતાની કેપ્ટનશીપમાં 2011માં વર્લ્ડ કપ અપાવી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોની વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે ટીમ ઇન્ડિયાની સાથે જશે નહીં. તેનો મતબલ એ નથી કે તેક્રિકેટમાંથી નિવૃિત્ત લેવાની તૈયારી કરી રહ્યો છે. વર્લ્ડ-કપ 2019ના બાદ એવું મનાતું હતું કે ધોની નિવૃિત્તનો નિર્ણય કરી શકે છે. ધોની વિન્ડીઝ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી પરંતુ તે ટીમને આ બદલાવના દોરમાં મદદ કરશે. ધોની પોતાની કેરિયરનો ચોથો વર્લ્ડ કપ રમ્યો અને એવું મનાઇ રહ્યું હતું કે તે ત્યારબાદ ક્રિકેટને અલવિદા કહી દેશે. જો કે હજું સુધી એવી કોઇ જાહેરાત થઇ નથી.
સૂત્રોએ જણાવ્યું કે ધોની ટીમની સાથે વિદેશની મુલાકાત અને ઘરઆંગણાની સીરીઝમાં પહેલાં વિકેટકિપર તરીકે જોવાશે નહીં. ઋષભ પંતને તેની જગ્યાએ લેશે અને જ્યાં સુધી તે સંપૂર્ણપણે જવાબદારી સંભાળી શકશે નહીં ત્યાં સુધી તેને તૈયાર કરશે. આ દરમિયાન ધોની તેની મદદ કરશે. સૂત્રોએ કહ્યું કે ધોનીએ ખુદ સાબિત કર્યું છે કે તે એ પ્રકારનો વ્યક્તિ છે જે નિવૃત્તિનો પ્રશ્ન થાય તે સમયે ‘કયારે’ના સ્થાને ‘કેમ’ જેવા સામો પ્રશ્ન કરે છે. તેમણે કહ્યું કે તે નિવૃત્તિ લેશે પણ ઉતાવળ, શું છે. સૂત્રો એ સાથે જ કહ્યું કે ધોની 15 સભ્ટીયોની ટીમમાં સામેલ રહી શકે છે પરંતુ તે અતિમ ઇલેવનનો હિસ્સો નહીં હોય. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે નેશનલ સિલેકશન કમિટીની બેઠક ગુરૂવારના રોજ થવાની છે.
પંતથી સિનિયર દિનેશ કાર્તિક પણ ટીમનો સભ્ય રહેશે, પરંતુ એ બાબત પસંદગીકર્તાઓ પર નિર્ભર કરે છે કે તેને કેટલો ફીટ સમજાશે. તામિલનાડુના આ 34 વર્ષના ક્રિકેટરને વર્લ્ડ કપ-2019મા ટીમ ઇન્ડિયાનો સભ્ય બનાવ્યો હતો. પરંતુ તેને ધોનીની જગ્યાએ તક આપવા અંગે વિચાર કરાયો નહીં. યુવા ઋષભ પંતને આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ ટી20 માટે તૈયાર કરવાની જરૂર છે. સૂત્રોએ કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20ના સમયે 23 વર્ષનો થઇ જશે. તેણે પોતાની પ્રતિભાને સાબિત કરી છે પંરતુ તેણે થોડો સુધારો કરવાની જરૂર છે. એક વર્ષનો સમય આ બદલાવ માટે પૂરતો છે.