મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ અંગેની અટકળો વચ્ચે માજી રાષ્ટ્રીય પસંદગીકાર સંજય જગદાલેઍ શુક્રવારે કહ્યું હતું કે હાલમાં ભારતીય ટીમ પાસે મહેન્દ્ર સિંહ ધોનીનો યોગ્ય વિકલ્પ નથી, પણ પસંદગી સમિતિઍ ધોનીને મળીને ભવિષ્ય બાબતે તેના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું જાઇઍ. તેમણે કહ્યું હતુંં કે ધોની ઍટલો પરિપકવ તો છે જ કે તે પોતાની નિવૃત્તિ અંગે જાતે નિર્ણય લઇ શકે.
જગદાલેઍ કહ્યું હતું કે ધોની ઍક શ્રેષ્ઠ ખેલાડી છે અને તેણે ભારતીય ક્રિકેટ માટે નિસ્વાર્થ ક્રિકેટ રમ્યુ છે. મારા મતે ભારતીય ટીમની પાસે વિકેટકીપર બેટ્સમેન તરીકે હાલમાં ધોનીનો યોગ્ય વિકલ્પ છે જ નહીં. જગદાલેઍ કહ્યું હતું કે જે રીતે સચિન તેંદુલકરની નિવૃત્તિ પહેલા તેની સાથે વાત કરવામાં આવી હતી તે રીતે ધોનીને મળીને તેને ઍ જણાવવું જાઇઍ કે તેઓ ધોનીને ભવિષ્યમાં કઇ ભૂમિકામાં જોવા માગે છે.
વર્લ્ડકપમાં ધોનીને ધીમી બેટિંગ કરી હોવાની વાત જગદાલેઍ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે પરિસ્થિતિ અનુસાર જ રમ્યો હતો. તેમણે કહ્યું હતું કે ૩૮ વર્ષની વયે કોઇ ખેલાડી પાસે ઍવી આશા ન રાખી શકાય કે તે ઍ જ ઉર્જા અને આક્રમકતા સાથે રમે જેવી યુવાવસ્થામાં ધરાવતો હતો. તેમણે ઍવું પણ કહ્યું હતું કે ૨૧ વર્ષના ઋષભ પંતને સતત તક આપતા રહેવું જાઇઍ. જા તેને વર્લ્ડકપ ટીમમાં પહેલાથી સામેલ કરાયો હોત તો તે ધોની પાસે ઘણું શીખી શક્યો હોત.