અોસ્ટ્રેલિયાની મહિલા અોલરાઉન્ડર ઍલિસ પેરીઍ ઇન્ટરનેશનલ ટી-20માં ઍક અનોખો રેકોર્ડ કરીને વિશ્વના તમામ ક્રિકેટરોને પાછળ છોડ્યા હતા. ઍલિસ પેરી ટી-20માં 1000 રન અને 100 વિકેટનો ડબલ પુરી કરનારી વિશ્વની પહેલી ખેલાડી બની છે. વિશ્વનો કોઇ પુરૂષ ખેલાડી પણ આ સિદ્ધિ મેળવી શક્યો નહોતો.
ઇંગ્લેન્ડ સામેની રવિવારની વુમન્સ ઍશિઝ ટૂરની બીજી ટી-20માં તેણે આ સિદ્ધિ મેળવી હતી, બેટિંગમાં તેણે 47 રન કર્યા તેની સાથે જ તેના નામે આ સિદ્ધિ જોડાઇ ગઇ હતી. આ પહેલા તેણે ગત વર્ષે નવેમ્બરમાં વર્લ્ડ ટી-20ની ફાઇનલમાં પોતાની 100 વિકેટ પુરી કરી હતી. પેરી પછી પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી આવે છે. જેના નામે 1416 રન અને 98 વિકેટ છે. તે પછી શાકિબ અલ હસનનું નામ છે જેણે 1471 રન બનાવ્યા છે અને તેના નામે 88વિકેટ છે.