આજથી અહીં શરૂ થયેલી ઍશિઝ સિરીઝની પહેલી ટેસ્ટમાં જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર ઓપનીંગમાં ઉતર્યો ત્યારે દર્શકોઍ તેનું જારદાર હુટિંગ કર્યુ હતું. 16 મહિના પછી ટેસ્ટ રમવા મેદાને ઉતરેલા વોર્નર માટે શરૂઆત સારી રહી નહોતી અને તે 14 બોલમાં માત્ર 2 રન બનાવીને સ્ટુઅર્ટ બ્રોડના બોલે લેગબિફોર આઉટ થયો હતો.
ઓપનીંગ કરવા ઉતર્યો ત્યારથી લઇને 14 બોલની તેની ટુંકી ઇનિંગ દરમિયાન વોર્નરે સતત હુટિંગનો સામનો કરવો પડ્યો હતો ઍ તે જ્યારે આઉટ થઇને પેવેલિયન ભણી જઇ રહ્યો હતો ત્યારે પણ સ્ટેડિયમમાં હાજર દર્શકોઍ મોટી સંખ્યામાં તેને સેન્ડ પેપર બતાવ્યા હતા. મોટાભાગના દર્શકો પોતાની સાથે સેન્ડ પેપર લઇને આવ્યા હતા.