દક્ષિણ આફ્રિકન ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહયું છે કે આઇસીસી વર્લ્ડકપ ૨૦૧૯ની ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાશે. હાલના વર્લ્ડકપમાં પોતાની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું તે પછી ભારતીય ટીમ ટોચના સ્થાને પહોંચી ગઇ હતી અને તેથી તેની સેમી ફાઇનલ ટેબલમાં ચોથા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડ સાથે રમાવાની છે.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ઍવું પણ કહ્યું હતું કે તેમની આ જીતથી ભારતીય ટીમ ખુશ થઇ હશે, કારણકે છેલ્લા કેટલાક સમયથી ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડનું ફોર્મ કથળી ગયું છે. તેણે ઍવું પણ કહ્યું હતું કે અન્ય સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવી દેશે. તેણે કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ મોટી મેચોમાં જોરદાર પ્રદર્શન કર્યું છે અને હું આ બંનેમાંથી એક ટીમનું સમર્થન કરીશ.