કોલકાતા : રવિવારે ઇડન ગાર્ડન્સ પર રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ
વચ્ચેની મેચમાં ફાફ ડુ પ્લેસિસે જારદાર ફિલ્ડીંગ પ્રદર્શન કરીને 4 કેચ ઝડપ્યા હતા. આ સાથે જ
હાલની સિઝનમાં ઍક મેચમાં ચાર કેચ ઝડપનારો તે ત્રીજા ખેલાડી બન્યો છે. તેમાં પણ રોબિન
ઉથપ્પાનો ડાઇવ લગાવીને પકડેલો કેચ ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. આ પહેલા હાલની સિઝનમાં
મુંબઇ સામે રાહુલ તિવેટીયા અને ડેવિડ મિલર પણ 4 કેચ ઝડપી ચુક્યા છે.
આઇપીઍલમાં 1 ફિલ્ડર દ્વારા ચાર કેચ ઝડપવાના કિસ્સા
ખેલાડી ટીમ હરીફ ટીમ મેદાન વર્ષ
સચિન મુંબઇ કોલકાતા મુંબઇ 2008
વોર્નર દિલ્હી રાજસ્થાન દિલ્હી 2010
કેલિસ કોલકાતા દિલ્હી કોલકાતા 2011
તિવેટિયા દિલ્હી મુંબઇ મુંબઇ 2019
મિલર પંજાબ મુંબઇ મુંબઇ 2019
ડુ પ્લેસિસ ચેન્નઇ કોલકાતા કોલકાતા 2019