ભારતીય ક્રિકેટર એસ. શ્રીસંતના ઘરમાં આગ લાગવાની ખબર છે. જો કે થોડીવારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર કોઇ રીતે જાન-માલ અનુસારની સૂચના નથી. શ્રીસંતના કોચી સ્થિત ઘરમાં જ્યારે આગ લાગી ત્યારે તેની પત્ની અને બાળકો ઘરની અંદર હતાં. જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી.

તાજેતરમાં શ્રીસંત પરનો આજીવન પ્રતિબંધ હટાવીને સાત વર્ષનો કરી દેવામાં આવ્યો છે. BCCIએ 36 વર્ષના ક્રિકેટર એસ.શ્રીસંત પર લાગેલા આજીવન પ્રતિબંધને ઘટાડીને સાત વર્ષ કરી દીધો છે. હવે 13 સપ્ટેમ્બર 2020ના રોજ શ્રીસંત પર લાગેલો બેન ખતમ થશે. BCCI લોકપાલની તરફથી જાહેર કરેલા આદેશમાં જણાવ્યું કે શ્રીસંત પર લાગેલા પ્રતિબંઘને ઘટાડીને સાત વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બર, 2013ના રોજ શ્રીસંત પર આજીવન બેન લગાવવામાં આવ્યો હતો.

આ પહેલા માર્ચ 2019ના રોજ શ્રીસંત પર સુપ્રીમ કોર્ટે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ ઘટનામાં આજીવન પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટનું કહેવુ હતુ કે બીસીસીઆઈની પાસે અનુશાસનાત્મક કાર્યવાહીનો અધિકાર છે. કોર્ટે બીસીસીઆઈને શ્રીસંતને સુનવાઈનો મોકો આપવાનો અને ત્રણ મહિનામાં સજા નક્કિ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે બીસીસીઆઈ શ્રીસંત પર લગાવેલા પ્રતિબંધો પર ફરીથી વિચાર કરે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુ કે લાઈફટાઈમ બેન વધુ છે.

મહત્ત્વનું છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ શ્રીસંતે કહ્યું હતુ કે હું લિએંડર પેસને આદર્શ માનુ છું. જ્યારે તે 45 વર્ષની ઉંમરમાં ગ્રેંડ સ્લેમ રમી શકે છે, નેહરા 38 વર્ષે વર્લ્ડ કપ રમી શકે છે તો હું શા માટે નહીં. હું તો માત્ર 36 વર્ષનો છું. મારી ટ્રેનિંગ ચાલુ છે.
જુલાઈ 2015મા શ્રીસંત અંકિત ચૌહાણ અને અજીત ચંદીલા સાથે સ્પોટ ફિક્સિંગમાં દરેક 36 આરોપીને પટિયાલા હાઉસ કોર્ટે અપરાધિક કેસમાંથી મુક્ત કરી દીધા હતા. શ્રીસંતે 2005મા શ્રીલંકાની વિરૂદ્ધ નાગપૂરમાં વનડે મેચની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતુ. તેમણે 2006મા ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતુ. શ્રીસંતે 27 ટેસ્ટમાં 37.59ની રનરેટથી 87 વિકેટ, જ્યારે વનડેમાં 53 મેચોમાં 33.44ની રનરેટથી 75 વિકેટ ગુમાવ્યા હતા.