રવિવારે ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયાનો પરાજય થયો તેના કરતાં વધુ ચર્ચા તો બેલ્સની રહી હતી. જસપ્રીત બુમરાહે ડેવિડ વોર્નરને ફેંકેલો એક બોલ સ્ટમ્પમાં અથડાયો તો હતો પણ તેના કારણે બેલ્સ નીચે પડવી જોઇએ તે પોતાના સ્થાનેથી હલી પણ નહોતી. વર્લ્ડ કપની આ પાંચમી એવી મેચ હતી કે જેમાં સ્ટમ્પ સાથે બોલ અથડાયો હોવા છતાં બેલ્સ નીચે પડી નહોતી.
Aaron Finch and Virat Kohli have some concerns about the Zing bails being used at the World Cup. #CWC19 pic.twitter.com/V3t5SEIxFF
— cricket.com.au (@cricketcomau) June 10, 2019
સૌથી પહેલા દિક્ષણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં એવું જોવા મળ્યું હતું, જ્યારે ડી કોકને સ્પિનર આદિલ રાશિદે ફેંકેલો બોલ સ્ટમ્પને વાગ્યો પણ બેલ્સ નીચે ન પડી. તે પછી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં પણ આવું બન્યું અને ત્યારબાદ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વિરુદ્ધ ઇંગ્લેન્ડની મેચમાં આવું બન્યું હતું.