ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી વિશ્વમાં સર્વાઘિક કમાણી કરનારા ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં સામેલ થનારો એકમાત્ર ભારતીય છે. તેની કુલ વાર્ષિક કમાણી 2 કરોડ 50 લાખ ડોલર છે. ભારતીય કેપ્ટન જોકે આ યાદીમાં 17 ક્રમ નીચે સરકીને 100માં ક્રમે પહોંચી ગયો છે. આ યાદીમાં બાર્સિલોના અને આર્જેન્ટીનાનો ફૂટબોલર લિયોનલ મેસી ટોચના સ્થાને છે.
ફોર્બ્સની મંગળવારે જાહેર થયેલી યાદી અનુસાર વિરાટ કોહલીએ જાહેરાતોમાંથી 2.1 કરોડ ડોલર જ્યારે વેતન અને વિજયના કારણે મળનારી રકમમાંથી 40 લાખ ડોલરની કમાણી કરી છે. છેલ્લા 12 મિહનામાં તેની કમાણી 2.5 કરોડ ડોલરની રહી છે. ગત વર્ષે કોહલી આ યાદીમાં 83માં ક્રમે રહ્યો હતો. પણ આ વર્ષે નીચે સરકીને તે 100માંમાં સ્થાને પહોંચી ગયો છે.
ફોર્બ્સની યાદી અનુસાર સર્વાધિક કમાણી કરનારા ટોપ ટેન ખેલાડીઓ
ક્રમ ખેલાડી કમાણી (ડોલરમાં) રમત
1 લિયોનલ મેસી 127 મિલિયન ફૂટબોલ
2 ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 109 મિલિયન ફૂટબોલ
3 નેમાર 105 મિલિયન ફૂટબોલ
4 કાનેલો અલ્વારેઝ 94 મિલિયન બોક્સિંગ
5 રોજર ફેડરર 93.4 મિલિયન ટેનિસ
6 રસેલ વિલ્સન 89.5 મિલિયન ફૂટબોલ
7 આરોન રોજર્સ 89.3 મિલિયન ફૂટબોલ
8 લેબ્રોન જેમ્સ 89 મિલિયન બાસ્કેટબોલ
9 સ્ટીફન કરી 79.8 મિલિયન બાસ્કેટબોલ
10 કેિવન ડ્યુરેટ 65.4 મિલિયન બાસ્કેટ બોલ