જયપુર : ધોનીએ ગુરૂવારે અહીં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં અંતિમ ઓવર દરમિયાન એક નો બોલ મામલે ડગઆઉટમાંથી મેદાન પર દોડી આવીને અમ્પાયર સાથે કરેલા વાદવિવાદની ઘટનામાં તેને 50 ટકા મેચ ફીનો દંડ કરાયો છે ત્યારે કેટલાક માજી ક્રિકેટરોએ પણ ધોનીની ટીકા કરી છે.
This is not a good look for the game … No place at all for a Captain to storm onto the pitch from the Dugout … !! #IPL
— Michael Vaughan (@MichaelVaughan) April 11, 2019
ઇંગ્લેન્ડના માજી કેપ્ટન માઇકલ વોને ટિ્વટ કર્યું હતું કે રમત માટે આ સારું નથી, કોઇ કેપ્ટન ડગ આઉટમાંથી પીચ સુધી જવાને ક્રિકેટમાં કોઇ સ્થાન નથી. સાથે જ તેણે લખ્યું કે હું જાણું છે કે એ મહેન્દ્ર સિંહ ધોની છે અને આ દેશમાં તે કંઇપણ કરી શકે છે પણ આ પ્રકારે ડગઆઉટમાંથી મેદાન પર જઇને અમ્પાયર સામે આંગળી ચીંધીને વાત ન કરી શકાય. આવું થવું જ ન જોઇએ.
I know there’s pressure from owners and big money involved in the IPL but I’ve been very disappointed with the 2 incidents involving the skippers of there respective teams in Ashwin and MS. Not a good look at all.
— Mark Waugh (@juniorwaugh349) April 12, 2019
ઓસ્ટ્રેલિયાના માજી દિગ્ગજ ખેલાડી માર્ક વોએ પણ આ ઘટના અંગે પોતાની નારાજી દાખવી હતી. તેણે માઇકલ વોનના ટિ્વટનો જ જવાબ આપતા કહ્યું હતું કે હું આઇપીએલમાં માલિકોના દબાણ અને પૈસાની વાતને સમજી શકું છું, પણ આઇપીએલની બે ઘટનાઓથી હું ઘણો નિરાશ છું, ખાસ તો તેમાં ટીમના કેપ્ટન સામેલ હતા, એક તો અશ્વિન અનેં બીજો એમએસ ધોની. જે થયું તે જરાપણ સારું નથી.
Have always been a big Dhoni admirer, but he was clearly out of line walking out like that. Lucky to get away with just a small fine. #VIVOIPL
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) April 12, 2019
સંજય માંજરેકરે પણ આ મામલે નારાજગી વ્યક્ત કરતાં ટિ્વટ કર્યું હતું કે હું હંમેશા ધોનીનો પ્રશંસક રહ્યો છું, પણ તેનું આ રીતે મેદાન પર જવું ઠીક નહોતું. તે નસીબદાર છે કે તેના પર ઓછો દંડ લાગ્યો છે. આકાશ ચોપરાએ આઇપીએલમાં અમ્પાયરિંગના નીચા લેવલની વાત કરી પણ સાથે જ ખોટી પરંપરા શરૂ કરવા મામલે ધોનીની ટીકા પણ કરી હતી. માજી ખેલાડી હેમાંગ બદાણીએ લખ્યું હતું કે મેદાન પરનો નિર્ણય પલટાવી દેવાનો અમ્પાયરનો અધિકાર છે, નવાઇની વાત છે કે ધોનીએ આવું કર્યું, ખરેખર એ કેપ્ટન કૂલ જેવો વ્યવહાર નહોતો.