બુધવારે વર્લ્ડકપની અહીં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવીને સેમી ફાઇનલ માટેનું પોતાનું સ્થાન પાકું કરી લેતા પાકિસ્તાનની સેમી ફાઇનલમાં પ્રવેશવાની સંભાવનાનો અંત આવી ગયો હતો. આ પરિણામને કારણે પાકિસ્તાનના માજી ખેલાડીઅોની ડાગળી ચસકી ગઇ હોય તેવી વાતો તેઓ કરવા લાગ્યા હતા. માજી કેપ્ટન અને વિકેટકીપર રાશિદ લતિફે ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડ વચ્ચેની મેચને ફિક્સ ગણાવી હતી તો માજી બેટ્સમેન મહંમદ યુસુફે બાંગ્લાદેશી ખેલાડીઅો પર વિજળી પડવાની વાત કરી હતી.
લતિફે કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ ફિક્સ હતી અને તેમણે ઍવો જ પ્રયાસ કર્યો કે જેથી પાકિસ્તાન સેમી ફાઇનલમાં ન આવી શકે. રાશિદ લતિફે કહ્યું હતું કે જ્યારે ન્યુઝીલેન્ડની વિકેટો પડી રહી હતી ત્યારે મોર્ગન આદિલ રાશિદ અને જો રૂટ પાસે બોલિંગ કરાવી કે જેથી હારનો માર્જીન ઓછો થઇ શકે, આ ઉપરાંત ઇંગ્લેન્ડે જાણી જાઇને ધીમી બેટિંગ કરી કે જેથી 370થી વધુ રન ન થાય અને હારનો માર્જીન ઓછો થઇ શકે.
મહંમદ યુસુફે ઍક ચેનલની ડિબેટમાં કહ્યું હતું કે પાકિસ્તાન માટે હવે અંતિમ મેચમાં ૩૧૬ રને વિજય મેળવવો અશક્ય થઇ ગયો છે. જા પાકિસ્તાની ટીમ કોઇ નકલી ટીમ સામે પણ રમે તો આટલો મોટો વિજય નહીં મેળવી શકે. પાકિસ્તાન ત્યારે જ સેમી ફાઇનલમાં પહોંચી શકે કે જ્યારે બાંગ્લાદેશના ખેલાડીઓ પર વિજળી પડે અને તેઓ 10 રનમાં અોલઆઉટ થઇ જાય.