ખરાબ ફોર્મમાં ચાલી રહેલા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાઍ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 25 રન બનાવ્યા તેની સાથે જ તેણે વનડે ક્રિકેટમાં 8000 રન પુરા કરી લીધા હતા. આ સાથે જ તે સૌથી ઝડપી 8000 રન પુરા કરવા મામલે વિરાટ કોહલી પછી બીજા સ્થાને બેઠો હતો. જો કે તેણે પોતાના જ દેશના ઍબી ડિવિલિયર્સને પાછળ મુક્યો હતો.
અમલાઍ 176 ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો છે, જ્યારે ડિવિલિયર્સે ત્યાં સુધી પહોંચવામાં 182 ઇનિંગ લીધી હતી. વિરાટ કોહલીઍ 175 ઇનિંગમાં 8000 રન પુરા કર્યા હતા. આ યાદીમાં ચોથા ક્રમે સૌરવ ગાંગુલી છે, જેણે 200 વનડે ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો છે.
વનડેમાં 8000 રન પુરા કરનારા ખેલાડીઓ
ખેલાડી દેશ ઇનિંગ
વિરાટ કોહલી ભારત 175
હાશિમ અમલા દક્ષિણ આફ્રિકા 176
ઍબી ડિવિલિયર્સ દક્ષિણ આફ્રિકા 182
સૌરવ ગાંગુલી ભારત 200
સચિન તેંદુલકર ભારત 210
બ્રાયન લારા વેસ્ટઇન્ડિઝ 211