ઓસ્ટ્રેલિયા સામે રવિવારે વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૫ વિકેટે ૩૫૨ રનનો સ્કોર બનાવ્યો હતો. જે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં કોઇપણ ટીમ દ્વારા બનાવાયેલો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના નામે હતો જેણે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ૩૧૨ રન બનાવ્યા હતા. ઍ પહેલા કોઇ ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૩૦૦ રનનો આંકડો પાર કર્યો નહોતો.
જ્યારે ટીમ ઇન્ડિયાએ રવિવારે 350 રનનો આંકડો પાર કર્યો. જે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં કોઇપણ ટીમ દ્વારા કરાયેલો સર્વાધિક સ્કોર રહ્યો હતો. જો કે ભારતીય ટીમનો વર્લ્ડ કપમાં આ ચોથા નંબરનો સર્વાધિક સ્કોર રહ્યો હતો, ભારતીય ટીમે 2007ના વર્લ્ડ કપમાં બર્મુડા સામે 5 વિકેટે 413 રનનો સ્કોર બનાવ્યો હતો, જે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો.
વર્લ્ડ કપમાં ભારતીય ટીમના સર્વોચ્ચ સ્કોર
સ્કોર વિરોધી ટીમ મેદાન વર્ષ
413/5 બર્મુડા પોર્ટ ઓફ સ્પેન 2007
373/6 શ્રીલંકા ટોન્ટન 1999
370/4 બાંગ્લાદેશ મીરપુર 2011
352/5 ઓસ્ટ્રેલિયા ધ ઓવલ 2019
338 ઇંગ્લેન્ડ બેંગલુરૂ 2011