પાકિસ્તાન સામે શુક્રવારે અહીં રમાયેલી વર્લ્ડ કપની બીજી મેચમાં વેસ્ટઇન્ડિઝે 7 વિકેટે વિજય મેળવ્યો તેમાં ક્રિસ ગેલની તોફાની અર્ધસદીનો પણ ફાળો રહ્યો હતો. ગેલે પોતાની 50 ઇનિંગ દરમિયાન 34 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ 3 છગ્ગા ફટકારવાની સાથે જ ગેલે વર્લ્ડ કપમાં સર્વાધિક છગ્ગા ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. મેચ પહેલા ગેલ અને ઍબી ડિવિલિયર્સ 37-37 છગ્ગા સાથે પહેલા ક્રમે હતા, પણ હવે ગેલ 40 છગ્ગા સાથે તેનાથી આગળ નીકળી ગયો છે. આ યાદીમાં 31 છગ્ગા સાથે રિકી પોન્ટીંગ ત્રીજા ક્રમે છે.
વર્લ્ડ કપમાં સર્વાઘિક છગ્ગા ફટકારનાર ખેલાડી
ખેલાડી દેશ છગ્ગા
ક્રિસ ગેલ વેસ્ટઇન્ડિઝ 40
ઍબી ડિવિલિયર્સ દક્ષિણ આફ્રિકા 37
રિકી પોન્ટીંગ ઓસ્ટ્રેલિયા 31
બ્રેન્ડન મેક્યુલમ ન્યુઝીલેન્ડ 29
હર્ષેલ ગીબ્સ દક્ષિણ આફ્રિકા 28
સચિન તેંદુલકર ભારત 27
સનથ જયસુર્યા શ્રીલંકા 27