મુંબઇ : આઇપીઍલની 12મી સિઝનમાં માત્ર 12 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચીને સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીઍલના 12 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ઍક નવો અધ્યાય લખ્યો છે. આઇપીઍલની તમામ સિઝનને ધ્યાને લેવામાં આવે તો અત્યાર સુધી આટલા ઓછા પોઇન્ટ સાથે કોઇ ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ નથી. સનરાઇઝર્સ હૈદરાબાદ ઍવી પહેલી ટીમ બની છે કે જે 12 પોઇન્ટ હોવા છતાં સારી રનરેટના કારણે પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે રવિવારની મેચમાં મુંબઇને હરાવીને 14 પોઇન્ટ સાથે પ્લેઓફમાં જવાની સોનેરી તક હતી, જા કે તેઓ ઍ મેચ હારી ગયા અને તેના પરિણામે સનરાઇઝર્સ, કેકેઆર અને કિંગ્સ ઇલેવન પંજાબ ત્રણેયના પોઇન્ટ 12-12 થયા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદની રનરેટ આ બંને કરતાં પહેલાથી જ સારી રહી હોવાને કારણે તે માત્ર 12 પોઇન્ટ સાથે પ્લેઓફમાં ઍન્ટ્રી કરી શકી હતી. હવે હૈદરાબાદની ટીમ 8મી મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે વિશાખાપટ્ટનમ ખાતે ઍલિમિનેટરમાં બાથ ભીડશે.