મોહાલી : કિંગ્સ ઇલેવન પંજાબના ઓલરાઉન્ડર સેમ કરેને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હેટ્રિક લીધી તેની સાથે જ તે આઇપીઍલમાં હેટ્રિક લેનારો સૌથી યુવા બોલર બન્યો હતો. તેણે કહ્યું હતું કે મને ઍ ખબર જ નહોતી કે મેં હેટ્રિક લીધી છે. ડાબેરી બોલરની હેટ્રિક હાલની આઇપીઍલ સિઝનમાં પહેલી હેટ્રિક છે. તેણે રોહિત શર્માનો રેકોર્ડ તોડીને આઇપીઍલમાં હેટ્રિક લેનારો સૌથી યુવા બોલર બન્યો હતો. રોહિત શર્માઍ ૨૦૦૯માં ડેક્કન ચાર્જસ વતી રમીને મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૨ વર્ષની વયે હેટ્રિક લીધી હતી.
કરેને કહ્યું હતું કે મને હેટ્રિક બાબતે ખબર જ નહોતી, જ્યારે અમે મેચ જીત્યા ત્યારે ઍક ખેલાડીઍ આવીને મને કહ્યું કે તુઍ હેટ્રિક લીધી છે ત્યારે મને ઍ ખબર પડી હતી. તેણે કહ્યું હતું કે સ્થાનિખ ખેલાડી ક્યાં રમશે તે અંગે અમારે પુછવું પડે છે. અશ્વિને મને જણાવ્યું હતું કે શું કરવાનું છે, વળી શમીઍ જોરદાર બોલિંગ કરી હોવાથી મને ફાયદો થયો.