ઇંગ્લેન્ડ સામેની ભારતીય ટીમની મેચમાં ટીમ ઇન્ડિયા જીતી જાય તેવી કામના માત્ર ભારતીય ચાહકો જ નહીં પણ પાકિસ્તાની ક્રિકેટરો પણ કરી રહ્યા છે. આ બાબતે મેચ પહેલા વિરાટ કોહલીને સવાલ કરાયો હતો ત્યારે તેણે જવાબ આપતા કહ્યું હતું કે સાચું કહું તો બહાર જે કંઇ થાય છે તે મેં કંઇ જાયું નથી. પણ મને વિશ્વાસ છે કે પાકિસ્તાની ચાહકો અમારું સમર્થન કરશે અને તે ઍક ઘણી દુર્લભ વાત છે. મેચ દરમિયાન પાકિસ્તાની ચાહકો પોતાના દેશની ટી શર્ટ પહેરીને ટીમ ઇન્ડિયાના સમર્થનમાંં સૂત્રોચ્ચાર કરતાં જોવા મળ્યા હતા.
પાકિસ્તાની ચાહકોની ભારતની જીત માટે પ્રાર્થના કરવાની આ ઇચ્છા પાછળ કોઇ સ્પોર્ટ્સમેન સ્પિરિટ નહોતી પણ તેમનો અંગત સ્વાર્થ છે. જા ભારતીય ટીમ જીતે તો પાકિસ્તાન માટે સેમી ફાઇનલના પ્રવેશના દરવાજા ખુલ્લા રહે અને જા હારે તો પાકિસ્તાનની સંભાવના ક્ષીણ થઇ જાય. જા કે ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ સામે 31 રન પરાજય થતાં તેમની પ્રાર્થના નકામી નીવડી હતી.