વિરાટ કોહલીને પત્રકારોઍ કિંગ કોહલી નામ આપ્યું છે, ત્યારે હવે આઇસીસીઍ પણ જાણે કે તેને કિંગ તરીકે સ્વીકારી લીધો હોય તેમ તેને કિંગ તરીકે દર્શાવતો ઍક ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. આમ તો આઇસીસીઍ બે ફોટા શેર કર્યા છે, જેમાંથી ઍકમાં વિરાટને હેરી પોટર તરીકે દર્શાવાયો છે, જ્યારે બીજા ફોટામાં કોહલી કિંગની વેશભૂષામાં સજ્જ છે.
?#TeamIndia#CWC19 pic.twitter.com/cGY12LaV3H
— ICC (@ICC) June 5, 2019
પહેલો ફોટો તેની પ્રેસ કોન્ફરન્સનો છે, જેને ફોટોશોપ કરીને તેના માથે હેરી પોટર જેવું નિશાન બનાવાયું છે અને આઇસીસીઍ લખ્યું છે કે વિરાટ તુ તો જાદુગર છે. તે પછી તેને કિંગ તરીકે દર્શાવતો બીજા ફોટો શેર કરીને લખ્યું છે કે ‘યુ આર વિઝાર્ડ વિરાટ’ તેની પાછળ ઍક બોર્ડ પર આઇસીસી વર્લ્ડ કપ વિનર ઇન્ડિયા ૧૯૮૩, ૨૦૧૧ લખાયું છે.
?#TeamIndia#CWC19 pic.twitter.com/cGY12LaV3H
— ICC (@ICC) June 5, 2019
જો કે કોહલીને આ રીત દર્શાવાતા કેટલાક ક્રિકેટ ચાહકો અકળાયા હતા અને તેમણે કોહલીને કિંગ તરીકે દર્શાવવા માટે આઇસીસીની ઝાટકણી કાઢી હતી. કાદિર ખ્વાજા કરીને એક ક્રિકેટ ચાહકે આઇસીસીને થોડા મેચ્યોર થઇને આ પ્રકારે બાયસ ન થવાની સલાહ આપી હતી.