દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ઍ ગુરૂવારે શ્રીલંકાના માજી ખેલાડી દિલહારા લોકુહેટ્ટિગેને ફિક્સીંગ અને ભ્રષ્ટ દરખાસ્તનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહેવાના કારણે કામચલાઉ સસ્પેન્ડ કરી દીધો છે. શ્રીલંકા તરફથી ૯ વનડે અને બે ટી-૨૦ મેચ રમનારા માજી ઝડપી બોલર લોકુહેટ્ટિગે પર આઇસીસીની ઍન્ટી કરપ્શન કોડના ભંગનો આરોપ મુકયો છે અને તેને જવાબ આપવા માટે ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
લોકુહિટ્ટગે પર લગાવાયેલા નવા આરોપ ગત વર્ષે અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા યુઍઇમાં ટી-૧૦ લીગ દરમિયાન તેની સામે લગાવાયેલા આ પ્રકારના આરોપથી અલગ છે. આઇસીસીઍ ઍક નિવેદનમાં જણાવ્યું હતું કે કામચલાઉ સસ્પેન્શન પહેલાની જેમ જ સંપૂર્ણ અમલમાંં રહેશે. તથા આ નવા આરોપની તપાસ પડતર રહે ત્યાં સુધી તે આઇસીસી કોડ હેઠળ સસ્પેન્ડ રહેશે.