દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ શુક્રવારે શ્રીલંકાના બે માજી ક્રિકેટર નુવાન જોયસા અને અવિષ્કા ગુણાવર્ધનેને યુએઇમાં રમાયેલી ટી-10 સ્પર્ધામાં ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર કામચલાઉ સસ્પેન્ડ કરી દીધા છે. આ બેમાંથી જોયસા ભ્રષ્ટાચારના આગલા આરોપને કારણે પહેલાથી જ સસ્પેન્ડ છે. આ મામલે આ બંનેને જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
On behalf of the Emirates Cricket Board (ECB), the ICC has charged Nuwan Zoysa and Avishka Gunawardene under the Emirates Cricket Board Anti-Corruption Code.
DETAILS ⬇️https://t.co/IcBAJF3jC0 pic.twitter.com/jiKh214mOB
— ICC (@ICC) May 10, 2019
આઇસીસીએ એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) તરફથી શ્રીલંકાના માજી બોલિંગ કોચ જોયસા પર ઇસીબીના એન્ટી કરપ્શન કોડની ચાર કલમના ભંગ અને ગણાવર્ધને પર બે કલમના ભંગનો આરોપ મુક્યો છે. જો કે આઇસીસીએ એ ચોક્કસ દૃષ્ટાંતોની નોંધ નથી કરી જેના કારણે આ બને ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આ બંને પર લાગેલા આરોપ ગત વર્ષે સપ્ટેમ્બરમાં રમાયેલી ટી-10 લીગ સંબંધે છે. આઇસસીના નિવેદન અનુસાર જોયસા અને ગુણાવર્ધને પાસે 9મી મેથી તેમના પર મુકાયેલા આરોપ અંગે જવાબ આપવા માટે 14 દિવસનો સમય છે. આઇસીસીએ સાથે જ કહ્યું હતું કે તે આ મામલે હાલ કોઇ ટીપ્પણી કરશે નહીં.