દક્ષિણ આફ્રિકાનો સ્પિનર ઇમરાન તાહિર આજે જ્યારે બાંગ્લાદેશ સામે રમવા ઉતર્યો તેની સાથે જ તે દક્ષિણ આફ્રિકા વતી 100વનડે રમનારો બીજા સ્પિનર બન્યો હતો. તાહિર પહેલા નિકી બોયે ઍકમાત્ર ઍવો સ્પિનર હતો જેણે દક્ષિણ આફ્રિકા વતી 100 કે તેનાથી વધુ વનડે રમી હોય. 40 વર્ષનો તાહિર હાલના વર્લ્ડ કપમાં રમનારો સૌથી વધુ વયનો ખેલાડી છે. પાકિસ્તાનના લાહોરમાં જન્મેલો તાહિર 1998ના અંડર-19 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વતી રમ્યો હતો, અને તે પછી તે દક્ષિણ આફ્રિકા ચાલ્યો ગયો હતો. આ વનડે પહેલા તાહિરે 31ની સ્ટ્રાઇક રેટ સાથે 164 વિકેટ ખેરવી હતી.
