દક્ષિણ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરે અહીં ઇંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં પહેલી ઓવર ફેંકી તેની સાથે જ તે વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી ઓવર ફેંકનારો પહેલો સ્પિનર બન્યો હતો. આ પહેલાના 11 વર્લ્ડ કપમાં પ્રથમ ઓવર ઝડપી બોલરે જ ફેંકી હતી. આ ઉપરાંત તેણે આ પહેલી ઓવરના બીજા બોલે જોની બેયરસ્ટોની વિકેટ ઉપાડી તેની સાથે જ તે વર્લ્ડ કપની પહેલી ઓવરમાં વિકેટ ઉપાડનારો વિશ્વનો પ્રથમ સ્પિનર પણ બની ગયો હતો.
વર્લ્ડ કપના 44 વર્ષના ઇતિહાસમાં આ સાથે ઍવું બીજીવાર બન્યું છે કે જેમાં કોઇ ખેલાડી પહેલી જ ઓવરમાં આઉટ થયો હોય. આ પહેલા 1992ના વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડનો બેટ્સમેન જોન રાઇટ ઓસ્ટ્રેલિયાના ક્રેગ મેકડરમોટના પહેલા બોલે જ આઉટ થયો હતો. તેના 27 વર્ષ પછી ગુરૂવારે બેયરસ્ટો પહેલી ઓવરમાં ઇમરાન તાહિરના બોલે આઉટ થયો હતો.
12 વર્લ્ડ કપમાં પહેલો બોલ કોણે કોણે ફેંક્યો
વર્લ્ડકપ વર્ષ બોલર દેશ
પહેલો 1975 મદનલાલ ભારત
બીજા 1979 ઍન્ડી રોબર્ટ્સ વેસ્ટઇન્ડિઝ
ત્રીજા 1983 રિચર્ડ હેડલી ન્યુઝીલેન્ડ
ચોથો 1987 વિનોથન જાન શ્રીલંકા
પાંચમો 1992 ક્રેગ મેકડરમોટ ઓસ્ટ્રેલિયા
છઠ્ઠો 1996 ડોમિનિક કોક ઇંગ્લેન્ડ
સાતમો 1999 ડેરેન ગફ ઇંગ્લેન્ડ
આઠમો 2003 શોન પોલોક દક્ષિણ આફ્રિકા
નવમો 2007 ઉમર ગુલ પાકિસ્તાન
દસમો 2011 શીફીકુલ ઇસ્લામ બાંગ્લાદેશ
અગિયારમો 2015 નુઆન કુલાસેકરા શ્રીલંકા
બારમો 2019 ઇમરાન તાહિર દક્ષિણ આફ્રિકા