રવિવારે અહીં વર્લ્ડ કપમાં ઍકબીજા સામે રમવા ઉતરવાની સાથે જ ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ઍકબીજા સામે વર્લ્ડકપની સર્વાઘિક 12 મેચ રમવાનો રેકોર્ડ કર્યો હતો. તેમના પછી જેમનો નંબર આવે છે તે ન્યુઝીલેન્ડ-શ્રીલંકા તેમજ પાકિસ્તાન-વેસ્ટઇન્ડિઝ ઍકબીજા સામે 11-11 મેચ રમ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે 12 મેચ રમવાની સાથે ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે સૌથી વધુ મેચ રમી છે. ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયા 9 મેચ રમી છે. જ્યારે શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝ સામે 8-8 તેમજ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સાથે 7-7 તેમજ પાકિસ્તાન સામે 6 મેચ રમી છે.
