વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટી-20 અને વન ડે સિરીઝ માટે પસંદગીકારોએ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી હતી. બન્ને સિરીઝ માટે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને જગ્યા આપવામાં આવી નથી. બીજી તરફ આરામ આપવાની અટકળો વચ્ચે રોહિત શર્માનો બન્ને સિરીઝમાં સમાવેશ કરાયો છે.
બાંગ્લાદેશ બાદ ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20 અને વન ડે શ્રેણી રમશે. વેસ્ટ ઇન્ડીઝનો ભારત પ્રવાસ 6 ડિસેમ્બરથી શરૂ થવાનો છે. ગુરૂવારે કોલકાતામાં ભારતીય પસંદગી સમિતીએ ત્રણ મેચની ટી-20 અને વન ડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી હતી.
T-20: ભારતીય ક્રિકેટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, સુંદર વોશિંગ્ટન, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર
વન ડે માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર
6 ડિસેમ્બરથી રમાશે સિરીઝ
વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ત્રણ મેચની ટી-20 સિરીઝ 6 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી રમાશે. તે બાદ બન્ને ટીમ 15 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ત્રણ મેચની વન ડે સિરીઝ રમશે.
T20 સિરીઝ: ભારત વર્સિસ વેસ્ટ ઇન્ડીઝ
પ્રથમ T20- 6 ડિસેમ્બર 2019, મુંબઇ
બીજી T20- 8 ડિસેમ્બર 2019, તિરૂવનંતપુરમ
ત્રીજુ T20- 11 ડિસેમ્બર 2019, હૈદરાબાદ
વન ડે સિરીઝ: ભારત વર્સિસ વેસ્ટ ઇન્ડીઝ
પ્રથમ વન ડે: 15 ડિસેમ્બર 2019, ચેન્નાઇ
બીજુ વન ડે: 18 ડિસેમ્બર, 2019, વિશાખાપટ્ટનમ
ત્રીજી વન ડે: 22 ડિસેમ્બર 2019, કટક