વર્લ્ડ કપમાં 16મી જૂને હાઇ પ્રોફાઇલ ઍવી ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, ત્યારે અોલ્ડ ટ્રેફર્ડમાં રમાનારી આ મેચમાં સ્ટેડિયમમાં ભારતીયોની સંખ્યા વધારે દેખાય તો નવાઇ ન પામતા, કારણકે આ મેચની 67 ટકા જેટલી ટિકીટો ભારતીય ક્રિકેટ ચાહકોઍ ખરીદી છે, જ્યારે પાકિસ્તાની પ્રશંસકોઍ માત્ર 18 ટકા ટિકીટો ખરીદી છે.
બ્રિટશ અખબાર ધ ડેઇલી મેલના જણાવ્યા અનુસાર આ મેચમાં પાકિસ્તાની પ્રશંસકોની સંખ્યા માત્ર 18 ટકા જેવી હશે. ઍ રીતે જ ઍજબેસ્ટનમાં 30મી જૂને યજમાન ઇંગ્લેન્ડ સામે રમાનારી મેચમાં પણ બ્રિટીશ ચાહકો કરતાં ભારતીય ચાહકોની સંખ્યા વધારે રહેશે. વર્લ્ડ કપમાં આ વખતે કુલ મળીને 48 મેચ રમાશે, જેના માટે 124 દેશોના લોકોઍ ટિકીટો ખરીદી છે.
ઇંગ્લેન્ડ અને ભારતીય ટીમ વચ્ચેની મેચની 55 ટકા ટિકીટ ભારતીય ચાહકોઍ ખરીદી છે. ઇંગ્લેન્ડના સમર્થકોને ફાળે આ મેચની 42 ટકા ટિકીટ આવી છે. ઍજબેસ્ટનની ક્ષમતા 24,500 દર્શકોની છે અને તેમાંથી 13,500 ટિકીટ ભારતીયો અને 10,300 ટિકીટ બ્રિટીશ લોકોઍ ખરીદી છે. અહેવાલો અનુસાર બ્લેકમાં સૌથી સસ્તી ટિકીટ રૂ. 50,000 મળે છે.